મહેસાણા જિલ્લાની વલાસણા ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમે ફરી એકવાર તત્પરતા અને સુઝબૂઝપૂર્વક કામગીરી કરી હતી. જેમાં તેમણે પ્રસૂતાની રસ્તામાં જ તાકીદે ડિલિવરી કરાવી અને માતા-બાળકના જીવ બચાવ્યા હતા. તાજેતરમાં વડનગર તાલુકાના ઉન્ડની ગામે એક ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂર હતી, અને ૧૦૮ ટીમે તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.

