હિન્દી સિનેમામાં રાજ કપુરે મેરા નામ જોકર ફિલ્મ બનાવી હતી. સર્કસ અને જોકર આધારિત આ ફિલ્મ ખૂબ વખણાઈ હતી. જો કે, સરકારે સર્કસમાં પ્રાણીઓ પર પ્રતિબંધ મૂકતાં છેલ્લા 20 વર્ષથી સર્કસ અને તેના કલાકારો સહિત સંચાલકો ભારે સંઘર્ષ કરી રહ્યાં છે. પ્રાણીઓ વગરના સર્કસને ચલાવવું લોઢાના ચણા સમાન માનવામાં આવે છે. તેમ છતાં સર્કસને જીવંત રાખવા માટે સંચાલકો એડિચોટીનું જોર લગાવી રહ્યાં છે.

