
નડિયાદમાં લવ જેહાદના કિસ્સામાં ભારે સનસનીખેજ મચાવનાર આરોપીની ધરપકડ કરાઈ આખરે તેને જેલ ભેગો કરવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદમાં પરિણીત હિન્દુ મહિલાના શારીરિક, માનસિક અને આર્થિક શોષણને મામલે પોલીસ દ્વારા આરોપી રઈશ મહીડાની ધરપકડ કરી તેનું સરઢર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને કોર્ટમાં હાજર કરાઈને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
આખરે મહિલાના ન્યાય માટે નડિયાદના મુસ્લિમ આરોપી રઈશ મહીડાને લવ જેહાદને મામલે જેલ ભેગો કરવામાં આવ્યો છે. નડિયાદની હિન્દુ પરિણીત મહિલાને ફસાવી તેનું શારીરિક, માનસિક અને આર્થિક શોષણ કરવાના કેસમાં આરોપી રઈશ મહીડાને કોર્ટ દ્વારા ત્રણ વર્ષની કેદ અને રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચો : નડિયાદમાં લવ જેહાદ: પરિણીતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી વિધર્મીએ કર્યું મહિલાનું આર્થિક અને જાતીય શોષણ
આ સાથે લવ જેહાદી આરોપી રઈશ અને તેના બુટલેગર સગાઓ પર નડિયાદ પશ્ચિમ પોલીસે સખ્ત કાર્યવાહી કરી છે. આ કુખ્યાત આરોપી રઈશ મહીડા તથા તેના પરિવારની પોલીસે કાળી ક્રેટા ગાડી સાથે ડિટેઇન કરી છે. નડિયાદ પશ્ચિમ પી.આઈ કિરીટભાઈ ચૌધરી અને ટીમ દ્વારા સતત કોમ્બિંગ કરી મહીડા પરિવારના વાહનોમાં ક્રેટા કાર, એક્ટિવા અને બુલેટને ડિટેઇન કરવામાં આવ્યું છે.