Home / Gujarat / Surat : Union Minister teaches school students lessons on how to do in sports

સુરતની શાળાના વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રમાં કાંઠુ કાઢવાના કેન્દ્રીય મંત્રીએ ભણાવ્યા પાઠ

સુરતની શાળાના વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રમાં કાંઠુ કાઢવાના કેન્દ્રીય મંત્રીએ ભણાવ્યા પાઠ
સુરતના પ્રવાસે આવેલા શ્રમ અને રોજગાર મંત્રી તેમજ  યુવા બાબતો અને રમતગમત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારબાદ અડાજણ ખાતે આવેલી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પહોંચ્યા હતાં. જ્યાં શાળાના રમતગમત ક્ષેત્રમાં કાંઢુ કાઢનારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતાં. સાથે જ માર્ગદર્શન પણ આપ્યું હતું.
 
 
વિદ્યાર્થીઓ સાથે સંવાદ
 
શાળાના CBSE બોર્ડ અને ગુજરાત બોર્ડ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીયકક્ષાના વિજેતા થયેલ વિદ્યાર્થીના સન્માન અને તેમણે રમતગમત ક્ષેત્રમાં ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે તે માટે શુભેચ્છા મુલાકાતનો ધ્યેય હતો. સાથે સાથે શાળાના રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીયકક્ષાએ પોતાનું શ્રેસ્થ પ્રદર્શન કેવી રીતે કરી શકે અને પસંદગીમાં સ્થાન પામે તે માટે મનસુખભાઈ માંડવિયા સાથે સ્વિમિંગ,વોલીબોલ,રોલ બોલ,ક્રિકેટ,સાયકલિંગ,ફૂટબોલ જેવી રમતના શાળામાં પારંગત વિદ્યાર્થી સાથે સવાંદ ગોઠવ્યો હતો.મનસુખભાઈ માંડવિયા દ્વારા રમતવીરોને સાહસ અને ધૈર્ય સાથે દેશ માટે તેના નામ માટે રમવાનું માર્ગદર્શન આપ્યું હતું.
 
અસરકારક પદ્ધતિ અપનાવવા હાકલ
 
શાળાના ટ્રસ્ટી ઈશ્વરભાઈ માંગુકિયા અને ગિરધરભાઈ આસોદરિયા સાથે શાળાના કેમ્પસ ડાયરેકટર અને આચાર્યગણ સાથે નવી શિક્ષણ નીતિ 2020 ને વધુ કઈ રીતે અસરકારક બનાવી શકાય અને શાળામાં શિક્ષકોના માધ્યમથી તેને કઈ પદ્ધતિ થી અમલ કરાવી શકાય તેની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ શાળા બોર્ડ પરિણામમાં  શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે તેવી સમગ્ર શાળા પરિવારને  શુભેચ્છા પાઠવી હતી.
 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon