સુરતમાં રહેતા 36 વર્ષીય ગુજરાતી બિઝનેસમેન ભાવેશ પટેલની અમેરિકાના ન્યૂયોર્કમાં ઘાતક સિન્થેટિક ડ્રગ ફેન્ટાનીલના ઉત્પાદનમાં વપરાતા રસાયણોની ગેરકાયદે હેરાફેરીના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ પટેલ કે જે ભાવેશ લાઠીયા તરીકે પણ ઓળખાય છે. તેના પર અમેરિકા અને મેક્સિકોમાં પ્રતિબંધિત કેમિકલનો જથ્થો મોકલવાનો આરોપ છે. આ કેમિકલને કથિત રીતે મેક્સિકોના કુખ્યાત સિનાલોઆ કાર્ટેલ અને અન્ય ડ્રગ હેરફેર કરનારા જૂથોને મોકલવામાં આવતા હતા.

