ગુજરાત પોલીસે ડેટા સંચાલિત પુલિસિંગ પર ભાર મૂકતા ઈ-ગુજકૉપના ડેટાનું અધ્યયન કરી ફિઝિકલ ક્રાઇમના હૉટ સ્પૉટનું એનાલિસિસ કર્યું છે. જેમાં 4 પ્રમુખ કમિશનરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે. જેમાં જાણ થઈ કે, સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે વધારે શારીરિક ગુના થાય છે. જેને લઈને રાજ્યના ડીજીપી વિકાસ સહાયે વિશેષ યોજના હેઠળ 'SHASTRA'(Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ લાગુ કર્યો છે.

