ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકામાંથી ગેરકાયદેસર રહેતા ભારતીયોને તગેડવાનું કામ હાથ ધર્યું છે. ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઇને વધુ બે ફ્લાઇટ ભારત આવશે. 15 અને 16 ફેબ્રુઆરીએ ડિપોર્ટ કરાયેલા ભારતીયોને લઇને બે ફ્લાઇટ ભારત આવશે. બીજી ફ્લાઇટ શનિવાર રાત્રે 10 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર લેન્ડ થશે જેમાં 119 ભારતીયો છે જ્યારે રવિવારે રાત્રે આવનારી ત્રીજી ફ્લાઇટમાં 157 ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે. ત્રીજી ફ્લાઇટમાં 31 ભારતીયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

