ગુજરાતમાં રેલવે માર્ગ મારફતે મોકલાતો નશાનો સામાન ફરી એકવાર ઝડપાયો છે. હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી બિનવારસી ગાંજો મળ્યો હતો. એસ.ઓ.જી.એ 10.024 કિલો ગ્રામ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ ગાંજાનો જથ્થો ટ્રેનમાં રાખનાર અજાણ્યા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

