બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકાએ બુદ્ધિનું દેવાળિયું ફૂંક્યું એવો ઘાટ સર્જયો છે. કારણ કે, ડીસા શહેરમાં આવેલા વિરેન પાર્ક વિસ્તારમાં લાખોના ખર્ચે 15 દિવસ અગાઉ બનાવેલો ડામરનો રોડ તોડી હવે નર્મદાની પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરી છે.
ડીસા નગરપાલિકાએ 15 દિવસ અગાઉ તો લાખો રૂપિયા ફાળવીને ડામરનો સુંદર રોડ તો બનાવી લીધો પરંતુ હવે પાઈપ લાઈન માટે રોડ તોડતા પાલિકા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠયા છે. આટલું ઓછું હોય તેમ રોડ પર પાઈપલાઈનની કામગીરી 1 માસ સુધી ચાલવાની. આવતા જતા લોકોને 5-5 કિલોમીટર ફરીને જવાની નોબત આવી રહી છે.