રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન છે. સવારે 7વાગ્યાથી મતદાન શરૂ થયું છે, જે સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. જેમાં એક મહાનગરપાલિકા. 3 તાલુકા પંચાયત 66 નગરપાલિકા અને 2 નગરપાલિકાની પેટાચૂંટણીનું આજે મતદાન છે. આ સાથે 3 મહાનગરપાલિકાની પેટાચૂંટણી અને 9 જિલ્લા પંચાયતમાં આજે વોટ પડશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર છે.

