વર્ષ 2023 દરમિયાન સરકારે કુલ 471 અધિકારી કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લીધા હતા. તકેદારી આયોગની ભલામણ બાદ સરકારે શિક્ષાત્મક પગલાં લીધા હોવાનું સામે આવ્યું છે. વર્ગ 1ના કુલ 108 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાયા હતા, તેમજ વર્ગ 2ના કુલ 190 અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા હતા. આ સાથે વર્ગ 3ના કુલ 167 કર્મચારીઓ સામે પણ શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે.

