સુરત જિલ્લામાંથી વધુ એક આગની ઘટના સામે આવી છે. સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના પરિયા ગામે ભીષણ આગ લાગી છે. ગામ પાસે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે. કંપનીના બિલ્ડીંગના ત્રીજા માળે વિકરાળ આગે સ્વરુપ લીધું છે. મામલાની જાણ થતાં જ 3 ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. સમય જતાં આગ બેકાબુ બની રહી છે સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, આગ લાગવાનું કારણ હજુપણ અકબંધ છે.

