Gujarat Budget:રાજ્યમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણવ્યવસ્થા જાળવવા માટે રૂપિયા 59,999 કરોડ ફાળવ્યા છે. મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાઓના ૨૫ હજારથી વધુ વર્ગખંડોના માળખાગત સુધારણા માટે રૂ.૨૯૧૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારી પ્રાથમિક શાળાઓ, સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અંદાજીત ૨૨ હજાર કરતાં વધુ શિક્ષકોની ભરતીનું કાર્યચાલી રહ્યું છે. મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ હેઠળ અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ અંતર્ગત અંદાજે 90 હજાર વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા ૭૦ કરોડની ફાળવણી કરાઈ છે.

