જે તે વખતે ગુજરાત સરકારમાં નંબર ટૂ ગણાતા અને હાલમાં ભાજપનો કેસરીયો છોડી કોંગ્રેસનો હાથ પકડનારા જયનારાયણ વ્યાસે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. તેણે કહ્યું કે, ભારતમાં ધનવાનોનો લાભ થાય તેવું જીએસટી સ્ક્ચર કેન્દ્ર સરકાર નિભાવે છે અને જીએસટી તંત્ર ખાડે ગયું છે, ગરીબ અને મધ્યમવર્ગ પર 97 ટકા ટેક્સ લગાવવામાં આવે છે. ખાદ્ય પદાર્થમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ગરીબોનું ભોજન સૌથી મોધુ બની રહ્યું છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં ભારતીય અર્થતંત્ર મોંઘવારી, મંદી અને બેકારીના યુગમાં પહોંચી જશે.

