અમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. મળતી માહિતી અનુસાર વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં HMPV વાયરસનો આ ત્રીજો કેસ છે. 80 વર્ષીય વૃદ્ધ દર્દી સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે. અસ્થમાની બીમારી ધરાવતા દર્દીનો HMPV કેસ પોઝિટિવ આવ્યો છે.

