રાજકોટના વીંછિયાના એક ગામમાંથી સાત લોકો દ્વારા 17 વર્ષીય સગીરાનુ અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ કેસમાં વીંછિયા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમ બનાવી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હજી ત્રણ આરોપીના પંજામાંથી સગીરાને છોડાવવા માટે વીંછિયા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સગીરાના પરિવાર દ્વારા વીંછિયા પોલીસ સ્ટેશનમાં એક મહિના પહેલા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને આધારે પોલીસ તપાસ હાથ ધાર હતી. પોલીસ તાપસમાં જાણવા મળ્યું હતું. મુખ્ય આરોપી દિનેશ ગોબર ચોવછીયાએ 6 લોકોને સાથે રાખી સગીરાનુ અપહરણ કર્યું હતું અને આરોપી દિનેશ ગોબર ચોવછીયા પાસે લાખો રૂપિયાની કિંમતના દીવાલની આરપાર દેખાતા એન્ટિક ચશ્મા હોય તેવું કઈ 6 લોકો પાસેથી 70 લાખ રૂપિયા પડાવ્યા હોવાની સુત્રો પાસેથી માહિતી છે. તેમજ મુખ્ય આરોપી આરોપી whatsapp કોલ કરી એન્ટિક ચશ્મા બતાવી પૈસા પડાવતા હોવાની પણ માહિતી સામે આવી છે. આરોપી દિનેશ દ્વારા અન્ય 6 આરોપીને કહેવામાં આવ્યું કે ચશ્મા તાંત્રિક પાસે છે પણ તેને માટે સગીરાની તાંત્રિક વિધિ કરવા માટે તાંત્રિક પાસે જવું પડશે તેથી આરોપી દિનેશ અને તેનો મિત્ર જે માતાજીનો ભુવો છે અને પાંચ લોકોએ વીંછિયાના એક ગામથી રાત્રીના સમયે ફોરવિલ ગાડીમાં સગીરાનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

