અમદાવાદના નારોલથી વિશાલા વચ્ચે આવેલા શાસ્ત્રી બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહનચાલકે એક્ટિવા પર જઈ રહેલી યુવતીને ટક્કર મારતાં યુવતી નીચે પડી ગઈ હતી. જ્યાં યુવતીને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું છે. જેને લઈને હાલમાં ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ ઘટના સ્થળે સીસીટીવી ઓછા હોવાથી આરોપી સુધી પહોંચવું પોલીસને મુશ્કેલ બન્યું છે.

