Home / Gujarat / Banaskantha : Fatal accident between bus and Bolero car near Amirgarh, 5 people killed

અમીરગઢ પાસે બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

અમીરગઢ પાસે બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત

ગુજરાત અને રાજસ્થાનની બોર્ડરે આવેલા અમીરગઢ તાલુકા ખુણીયા ગામ નજીક એસ.ટી બસ અને બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય લોકો ઇજા પામી છે. અકસ્માત એટલો ભયંકર હતો કે પતરા ચીરીને લાશો બહાર કાઢી હતી. આ અકસ્માતમાં હજુ મૃત્યુ આંક વધવાની સંભાવના છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે ભારે ટ્રાફિકજામના દ્વશ્યો સર્જાયા છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને કાર્યવાહી શરૂ કરી છે. 

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon