રાજ્યમાં સાબરકાંઠામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની વડાલી પાલિકામાં ભાજપના નગરસેવકને સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યા છે. 3 સંતાનોના મુદ્દે સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિક્રમભાઈ જંયતીભાઈ સગરને દૂર કરવામાં આવ્યા છે.મળતા અહેવાલ પ્રમાણે 2021ની પાલિકાની ચૂંટણી પછી ત્રીજા સંતાનનો જન્મ થયો હતો.

