Home / Gujarat : 2 lakh Ahmedabadis violated traffic rules in 20 days

20 દિવસમાં 2 લાખથી વધુ ટ્રાફિકના નિયમોના ભંગના કેસો નોંધાયા, ટ્રાફિક વિભાગે રૂપિયા 13.21 કરોડનો દંડ વસૂલ્યો

20 દિવસમાં 2 લાખથી વધુ ટ્રાફિકના નિયમોના ભંગના કેસો નોંધાયા, ટ્રાફિક વિભાગે રૂપિયા 13.21 કરોડનો દંડ વસૂલ્યો

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોર, બિસ્માર રસ્તા, ટ્રાફિક માર્ગો-ફુટપાથ પર ગેરકાયદે પાર્કિંગ મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કન્ટેમ્પ્ટ પિટિશન કરી હતી. જે અંગે ગુજરાત હાઈકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને આપેલી કડક ચેતવણી બાદ આખરે ટ્રાફિક વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સત્તાવાળાઓએ ભારે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી રસ્તાઓ-ફુટપાથો પરથી દબાણો દૂર કરી, ટ્રાફિક નિયમોના ભંગ બદલ આકરા દંડ વસૂલ કરવાની કામગીરી સહિતનું ચિત્ર અદાલત સમક્ષ રજૂ કરાયું હતું. જેમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો વિક્રમી અને ઐતિહાસિક દંડ વસૂલ્યો હોવાની માહિતી રેકર્ડ પર આવી હતી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હાઇકોર્ટે ટ્રાફિક વિભાગ સહિતના તંત્રની કામગીરી બિરદાવી

જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ નિશા એમ.ઠાકોરની ખંડપીઠે પણ સત્તાવાળાઓની અસરકારક મહેનત અને પરિણામલક્ષી કામગીરીને બિરદાવી તેમના આ પ્રયાસો અને કામગીરી સતત અને અવિરત ચાલુ રાખવા તાકીદ કરી હતી. ટ્રાફિક વિભાગ તરફથી આ કામગીરી સતત કરવામાં આવશે, એવી પણ હૈયાધારણ હાઇકોર્ટને અપાઇ હતી. આ દરમિયાન 1099 ટ્રાફિક પોલીસ જવાનોએ વાયોલેશન ઓન કેમેરા મોબાઇલ એપ્લીકેશનનો ઉપયોગ કર્યો હતો.

શહેરમાં નવા 249 ટ્રાફિક સીગ્નલ લગાવવામાં આવ્યા

શહેરમાં નવા 249 ટ્રાફિક સીગ્નલ લગાવવામાં આવ્યા છે. જ્યારે 1169 લારી-ગલ્લા, 352 શેડ્‌સ, 1945 સ્ટોલ્સ અને 7181 બીજા પરચૂરણ દબાણો મળી માર્ગો અને ફુટપાથ પરથી અનઅધિકૃત દબાણો દૂર કરી તે ખુલ્લા કરવામાં આવ્યા છે. સીએનસીડી ડિપાર્ટમેન્ટની 20 ટીમો દ્વારા 241 જેટલા રખડતા ઢોરો પકડવામાં આવ્યા છે અને તેને આરએફઆઇડી ટેગ પણ લગાવવામાં આવી છે.

કેસ અને દંડની વસૂલાત

•રાજ્ય સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્કએ ટ્રાફિક, અમ્યુકો સહિતના સોગંદનામાંઓ મારફતે આંકડાકીય માહિતી અદાલતના ધ્યાન પર મૂકતા જણાવ્યું કે, 'ટ્રાફિક નિયમોના ભંગ બદલ છેલ્લા 20 દિવસમાં 27-2-2025થી 18-3-2025 સુધીમાં કુલ 2 લાખથી વધુ કેસો કરી કુલ મળી 13 કરોડ, 21 લાખ, 30 હજાર, 650 રૂપિયાનો રેકોર્ડબ્રેક દંડ વસૂલવામાં આવ્યો છે. 

•સૌથી વધુ દંડ હેલ્મેટ નહીં પહેરવા બદલ 1.09,651 કેસો કરી 5,48,25,500નો વસૂલવામાં આવ્યો છે. બીજા ક્રમે રોંગ સાઈડ વાહન ડ્રાઇવીંગ કરતા વાહનચાલકો સામે 8189 કેસો કરી 1,65,80,500નો દંડ વસૂલવામાં આવ્યો છે. ત્રીજા ક્રમે બેફામ અને પૂરપાટઝડપે વાહન હંકારતા લોકો સામે 6922 કેસો કરી 1,59,90,900નો દંડ વસૂલવામાં આવ્યો છે. પાર્કિંગ નિયમના ભંગ બદલ 24 હજારથી વધુ કેસો કરી 1,41,78,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

Related News

Icon