દિલ્હીમાં ચાલુ બસમાં 16 ડિસેમ્બર 2012ની રાત્રે એક યુવતી સાથે ગેંગરેપ થયો અને બાદમાં તેનું મોત થયું. નિર્ભયાકાંડ તરીકે જાણીતી થયેલી એ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા હતા. હવે ગુજરાતના ભરૂચમાં આવેલા ઝઘડિયામાં પણ નિર્ભયા જેવો કાંડ સજાર્યો, જેનાથી નિર્ભયા કાંડની યાદો તાજા થઈ હતી. આ ઉપરાંત 2024માં ભાયલી દુષ્કર્મ કેસ, માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસ, પારડી વિદ્યાર્થિની દુષ્કર્મ-હત્યા કેસ, ભરૂચના આમોદમાં 71 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ, કચ્છની દલિત યુવતી સાથે બળાત્કાર અને દાહોદના સિગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં બાળકી સાથે દુષ્કર્મ-હત્યા જેવી અનેક ઘટનાઓ સર્જાઈ, પરંતુ કેટલીક ઘટનાઓ ચર્ચિત બની જ્યારે કેટલાક કેસ દબાઈ ગયા. આજે આવી જ કેટલીક ઘટનાઓ યાદ કરીશું, જેણે ગુજરાતીઓને હચમચાવી દીધા છે.

