
મહીસાગર જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હોવાનો પરિવા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યાં છે.
મહીસાગર જિલ્લાના લુણાવાડા વિસ્તારમાં સિવિલ હોસ્પિટલમાં પ્રસુતિ દરમિયાન મહિલાનું મોત થયું હોવાનું પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ લગાડવામાં આવ્યાં છે. લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલે બપોરે મહિલાને સારવાર માટે મહિલાને દાખલ કરવામાં આવી હતી. જ્યાં પ્રસુતિ દરમિયાન જાગૃતિબેન નામક મહિલાનું તબીબની નિષ્કાળજીના કારણે મોત નિપજ્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. યોગ્ય કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે તેવી મૃતક મહિલાના પતિ દ્વારા માંગ કરવામાં આવી છે.