નવસારી મહાનગરપાલિકાના ત્રણ કર્મચારીઓ પર 19મી માર્ચની રાત્રે ડામર ગામમાં હુમલો થયો હતો. આ ઘટનામાં એસ્ટેટ વિભાગના કર્મચારી અમીન શેખને આંખના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પાલિકાના કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેઓ ગણદેવી પાંજરાપોળ તરફ જઈ રહ્યા હતા. રસ્તો ભૂલી જતાં તેઓ ડામર ગામ તરફ વળી ગયા હતા.

