ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે પક્ષ વિરૂધ્ધ પ્રવૃત્તિ કરનાર થાન શહેરના પૂર્વ ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરાતા રાજકીય ભૂંકપ સર્જાયો છે. મળતા અહેવાલ પ્રમાણે જીતુ પુજારાને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. થાન નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધનું કામ કર્યું હોવાનું કારણ સામે આવતા પાર્ટીએ મોટું એક્શન લીધું છે.

