સૂરતના શિવશક્તિ માર્કેટમાં આગ 30 કલાક બાદ કાબુમાં આવી છે ત્યારે હવે માર્કેટના અંદરમાં દ્રષ્યો સામે આવ્યા છે. ભયાનક સ્થિતિ માર્કેટની અંદરની જોવા મળી રહી છે. આગ એટલી ભયંકર હતી કે દુકાનોની દીવાલો અને સ્લેબના ઉખડી ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે દુકાનોના શટર પર આગના કારણે તૂટીને બેન્ડ થઇ ગયા છે. માર્કેટ અને દુકાનનો માલસામાન સંપૂર્ણ નાશ પામ્યો છે.

