અમદાવાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓએ રૂપિયા 2 હજાર કરોડના GST કૌભાંડના કેસમાં પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરી હતી. લાંગાની પૂછપરછમાં ગુજરાત સરકારના 3 IAS અધિકારી સહિત 15 અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જે સરકારી અધિકારીઓના નામ ખૂલ્યાં છે તેમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા નાણાં વિભાગના અધિકારીઓ ઉપરાંત GST વિભાગના અધિકારીઓનાં નામ પણ સામેલ છે.

