અમરેલી જિલ્લામાંથી ભૂકંપના સમાચાર સામે આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ખાંભા તાલુકાના ગામ્ય વિસ્તારમાં ૭:૩૩ કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી જિલ્લામાં ખાંભાના ઇંગોરાળા, નાના વિસાવદર, નાની ધારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ૭:૩૩ કલાકે મધ્યમ પ્રકારના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગામની ધરા ધ્રુજવા લાગતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ આપી હતી કે આ તમામ વિસ્તારમાં ૨.૦૦ની તીવ્રતા સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

