વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને પ્રાચીન શહેર વડનગર નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે સજ્જ થયુ છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ પ્રવાસીઓને 2500 વર્ષની ઐતિહાસિક યાત્રાનો અનુભવ કરાવશે. આજે મ્યુઝિયમ ઉપરાંત પ્રેરણા સંકુલ અને સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું લોકાપર્ણ કરવામાં આવ્યું છે.

