
સાબરકાંઠામાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે. ઇડરના મુડેટી ગામમાં સામાન્ય બાબતે યુવકની હત્યા કરવામાં આવતા પોલીસ સામે પણ સવાલ ઉભા થયા છે. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠામાં બુટલેગરોનો આતંક
ઇડરના મુડેટી ગામમાં બુટલેગરોનો આતંક સામે આવ્યો છે. મુડેટીમાં યુવકની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચાર આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતા.
સામાન્ય બાબતે છરી સહિત લાકડાના પ્રહારથી યુવકની હત્યા કરવામાં આવી હતી. જાહેરમાં યુવકની હત્યાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતા. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતા જ મામલતદાર-પોલીસ સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.