દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા કરાયેલી ટિપ્પણીને લઈને હવે મોગલ ધામ કબરાઉના ગાદીપતિ મણિધરબાપુએ આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્વામી નારાયણના સ્વામી દ્વારા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. જેને પગલે ગુજરાતભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ અનેક સાધુ, સંતો, સામાજીક આગેવાનો અને નેતાઓ સહિત તમામના નિવેદન સામે આવ્યા છે.

