ગરીબો-સ્થાનિક ગરીબોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતું સાથેની યોજના પણ હવે ભ્રષ્ટાચારી નેતાઓ માટે કમાણીની યોજના બની રહી છે. સત્તાના જોરે મંત્રીપુત્ર, પરિવારજનો અને ભ્રષ્ટ અધિકારીએ મીલીભગતથી દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચર્યું છે. જેમાં મંત્રીપુત્રની એજન્સીને 100 કરોડ રૂપિયા નહીં, પરંતુ 250 કરોડ રૂપિયા ચૂકવાયાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવાઈની વાત તો એછે કે, સ્થળ પર કામો થયા નથી. તેમ છતાંય લાખો કરોડોના બિલો ચૂકવી દેવામાં આવ્યાં છે. આ સમગ્ર કૌભાંડની તપાસ માટે રાજ્ય સરકાર તપાસ કમિટીની રચના કરે તેવી માંગ ઊઠી છે.

