Asaram Case : આસારામ વિરૂદ્ધ નોંધાયેલા દુષ્કર્મ કેસના સાક્ષીઓ પર એસિડ એટેક, જીવલેણ હુમલા સહિત હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી તામ્રધ્વજ ઉર્ફે તામરાજને નોઈડા, ઉત્તરપ્રદેશથી સુરત ક્રાઈમ બ્રાન્ચે 10 વર્ષે ઝડપી પાડ્યો છે. અનેક રાજ્યની પોલીસ આરોપીને શોધી રહી હતી. આરોપી પોલીસ પકડ દૂર રહેવા માટે પોતાની ઓળખ છૂપાવવા માટે ધર્મ પરિવર્તન કર્યો હતો. આરોપીએ આસારામ અને નારાયણ સાંઈને મળવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. જ્યારે આરોપી તામરાજ પર 50000નું ઈનામ રાખવામાં આવ્યું હતું.

