ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની ૩૭મી પુણ્યતિથિના અવસરે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડ રોડ સુરતમાં સદવિદ્યા મહોત્સવ ઉજવવાનો પ્રારંભ કરાયો છે. શાંતિ અને સુખનો માર્ગ ચીંધતી વિવિધ ભારતીય સંસ્કૃતિમાંની એક છે ગુરુકુલ સંસ્કૃતિ. જે વિદ્યા સાથે સદવિદ્યા અને બ્રહ્મવિદ્યા શીખવે છે. આ ગુરુકુલ સંસ્કૃતિને ઉજાગર કરવાનો સંકલ્પ હિમાલયની પેદલયાત્રા કરતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને થયો.1947 માં રુદ્રપ્રયાગમાં શિક્ષાપત્રીના મંત્રનો સાક્ષાત્કાર થયો. “પૃથ્વીને વિષે સદવિદ્યાનું પ્રવર્તન કરવું. “ જેથી રાજકોટમાં 1948 માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલની સ્થાપના તેઓશ્રીએ કરી હતી.

