સોશિયલ મીડિયામાં ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવાની યુવાનોમાં ખુબ જ ઘેલછા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં યુવાનોએ ઘણી વખત દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે. એવામાં અમદાવાદમાંથી કંઈક આ પ્રકારની જ એક વિચિત્ર ઘટના સામે આવી રહી છે, જેમાં રીલ બનાવવાના ચક્કરમાં ત્રણ યુવકો સવાર ગાડી કેનાલમાં ખાબકી હતી.

