સુરત શહેરના મગોબ વિસ્તારમાં આવેલી કેટલીક ડાઈંગ મિલો દ્વારા દર્શાવાતી બેદરકારીનો પર્દાફાશ થયો છે. અહીંથી કેમિકલથી ભરેલું પાણી કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ વિના સીધું ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ખાડીનું પાણી સ્કાય બ્લૂ રંગનું બનતું જોવા મળી રહ્યું છે.ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના નિયમો અનુસાર ઉદ્યોગો માટે આવું કેમિકલવાળું પાણી ટ્રીટ કરીને જ છોડવાનું ફરજિયાત છે. છતાં, નિયમોના ઊલ્લંઘન સાથે સીધું કેમિકલવાળું દુષિત પાણી ખાડીમાં ઠલવવામાં આવી રહ્યું છે.સ્થાનિક નાગરિકો અને પર્યાવરણીય જાગૃત સંગઠનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે GPCBના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોવા જેવી સ્થિતિ છે. અનેક વખત રજૂઆત કરાયા બાદ પણ કાયદેસર કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે.