Home / Gujarat : Security forces shoot down three suspected drones on Kutch border

કચ્છ સરહદ પર સુરક્ષાદળોએ ત્રણ શંકાસ્પદ ડ્રોન તોડી પાડ્યા, પાકિસ્તાન સામે તણાવ વચ્ચે મોટા સમાચાર

કચ્છ સરહદ પર સુરક્ષાદળોએ ત્રણ શંકાસ્પદ ડ્રોન તોડી પાડ્યા, પાકિસ્તાન સામે તણાવ વચ્ચે મોટા સમાચાર

પાકિસ્તાન ભારતની એરસ્ટ્રાઇકથી ડરી ગયું છે. પાકિસ્તાન મોડી રાતથી સતત ભારતના અલગ અલગ શહેરો પર હવાઇ હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ભારતીય સેનાએ પોતાના સુદર્શન ચક્ર S-400ની મદદથી તેના એટેકને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સેના તરફથી જવાબી કાર્યવાહી શરૂ છે. આ વચ્ચે કચ્છમાં ફરી એક વખત પાકિસ્તાની શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા. કચ્છ સરહદે ફરી ત્રણ શંકાસ્પદ ડ્રોન દેખાયા હતા. સુરક્ષાદળોએ તેને તોડી પાડ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ પહેલા પણ કચ્છમાં ડ્રોન દેખાયા હતા

આ પહેલા પણ કચ્છમાં પાકિસ્તાન તરફથી ડ્રોન મોકલવામાં આવ્યા હતા જેને સુરક્ષાદળોએ તોડી પાડ્યો હતો. પાકિસ્તાન 

કચ્છમાં હાઇએલર્ટ

પાકિસ્તાન સામે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા, પાટણ અને કચ્છ ત્રણ જિલ્લાના આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. સરહદી જિલ્લાના તમામ સ્ટાફને ક્વાર્ટર ન છોડવાના આદેશ આપવામાં આવ્યા છે. બ્લડ બેંકમાં લોહીની સુવિધા રાખવી, હોસ્પિટલોમાં બેડની સુવિધા તેમજ મેડિકલ ઇમરજન્સીની તૈયારીઓ રાખવા સૂચના આપી દેવામાં આવી છે. આ બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરાશે. 

કચ્છમાં યુદ્ધની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા મેડિકલ સ્ટાફ સાથે અને સાધન સામગ્રીથી સજ્જ 108 વાનને પણ કચ્છમાં મોકલી છે. આ સાથે અમદાવાદથી ઇમરજન્સી 108ની 41 જેટલી ગાડીઓને કચ્છમાં રવાના કરી દેવાઈ છે. 

 

 

Related News

Icon