વડોદરાના રણોલીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકના મોતને પગલે ખળભડાટ મચી ગયો છે..યુવકની સયાજી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વિગત અનુસાર સંબંધીએ યુવકને જમવા માટે ગઈકાલે ફોન કર્યો હતો..પરંતુ યુવકે ફોન ન ઉપાડ્યો અને અન્ય વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો.

