
વડોદરામાં M S યુનિવર્સિટીમાં વીસી બંગલોનો વિવાદ ઉગ્ર બન્યો છે. વીસી બંગલો વિવાદમાં વડોદરાના સાંસદે ઝંપલાવ્યું છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ વિજય શ્રીવાસ્તવને મેઇલ કર્યો હતો.
વીસી બંગલો તાત્કાલિક ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું
મેઈલમાં ઉલ્લેખ કર્યો હતો કે વીસી બંગલો તાત્કાલિક ખાલી કરવા અલ્ટીમેટમ આપ્યું છે. તેમજ પૂર્વ વીસી વિજય શ્રીવાસ્તવ પર સાંસદે ગંભીર આરોપ લગાવ્યા છે.
.M S યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાડ્યાનો સાંસદનો આરોપ
પૂર્વ VC પર સરકારનું અપમાન કરવાનો સાંસદનો આક્ષેપ.M S યુનિવર્સિટીની ગરિમાને લાંછન લગાડ્યાનો સાંસદનો આરોપ છે. વિજય શ્રીવાસ્તવ લાયક ન હોવા છતાં વાઇસ ચાન્સેલર રહ્યાનો દાવો છે. રાજીનામાં બાદ પણ બંગલો ખાલી ન કરતા હોવાનો આરોપ છે. વિજય શ્રીવાસ્તવ બંગલો પર ગેરકાયદે કબજો કર્યાનો આક્ષેપ છે.