હ્યુન્ડાઇની SUV Alcazar એ ભારતમાં 4 વર્ષ પૂર્ણ કર્યા છે. તે જૂન 2021માં લોન્ચ કરવામાં આવી હતી. આ કારમાં 6 અથવા 7 સીટનો વિકલ્પ છે. તે કંપનીની બેસ્ટ સેલિંગ કાર ક્રેટાના ચેસિસ પર બનેલ છે. ક્રેટાની શક્તિ અને પરિવાર માટે વધુ સીટની સુવિધા બંને એકસાથે ઉપલબ્ધ છે.

