12 જુલાઇ 2024ના રોજ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાય ગયાં છે. આખી દુનિયાની નજર તેમના લગ્ન પર હતી. આ સાથે જ અનંત અંબાણીના લગ્નમાં દેશ-વિદેશથી લોકો આવ્યા હતાં. હવે અનંત અંબાણી જે કારમાં રાધિકાને લેવા માટે Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરના સરઘસમાં પહોંચ્યો હતો તે ચર્ચાનો વિષય બની ગયો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પાસે રોલ્સ રોયસ કુલિયન બ્લેક બેજ છે. આ કારમાં ઘણી આધુનિક સુવિધાઓ અને પાવરફુલ એન્જિન છે.

