બદલાતા હવામાનને કારણે આપણી સ્કિન ડ્રાય થઈ જાય છે. તેની અસર આપણા હોઠ પર પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં આપણે બજારમાં મળતા લિપ બામનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેના કારણે ક્યારેક હોઠ કાળા દેખાય છે. જો તમારી સાથે પણ આવું થાય છે, તો તેના માટે ઘરેલું ઉપાય અજમાવો.
ગુલાબની પાંખડી અને દૂધનો ઉપયોગ
જો તમે તમારા હોઠને સોફ્ટ બનાવવા માંગો છો, તો તમે તેના માટે ગુલાબની પાંખડી અને દૂધનો ઉપયોગ કરી શકો છો. આ માટે ગુલાબની પાંખડી લો અને તેને થોડા સમય માટે દૂધમાં પલાળી રાખવાનું છે. ત્યાર બાદ આ બંને વસ્તુઓને મિક્સરમાં સારી રીતે પીસીને પેસ્ટ બનાવી લો. હવે તેમાં 1 ચમચી મધ મિક્સ કરો. સૂતા પહેલા તેને તમારા હોઠ પર લગાવો. પછી 20 મિનિટ પછી તેને કોટન પેડથી કાઢી નાખો. તેનાથી તમારા હોઠ સારા દેખાશે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.