દરેક વ્યક્તિને લાંબા, જાડા અને કાળા વાળ જોઈએ છે. કારણ કે વાળની સુંદરતા કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વને આકર્ષક બનાવે છે. પરંતુ તેમના અકાળે સફેદ થવા અથવા વાળ ખરવાથી વ્યક્તિત્વ બગાડે છે. વાસ્તવમાં વાળ ખરવા સામાન્ય વાત છે જે દિવસ દરમિયાન તેમજ રાત્રે સૂતી વખતે થાય છે. પરંતુ જો તમારા વાળ વધુ પડતા ખરતા હોય તો તે ચિંતાનો વિષય બની શકે છે. વાળ ખરવાના ઘણા કારણો છે, પરંતુ રાત્રે સૂતી વખતે આપણી કેટલીક ભૂલોને કારણે પણ તે ખરવા લાગે છે. આવો જાણીએ રાત્રે સૂતી વખતે વાળ ખરવાના કારણો અને તેનાથી બચવાના ઉપાયો વિશે.
રાત્રે સૂતી વખતે વાળ ખરવાના મુખ્ય કારણો
- કોટનનું ઓશીકું વાળમાં ઘર્ષણનું કારણ બને છે, જેના કારણે વાળ નબળા પડે છે અને ખરવા લાગે છે.
- મોઇશ્ચરના અભાવે વાળના મૂળ નબળા પડી જાય છે.
- સૂતી વખતે ખુલ્લા વાળમાં ગાંઠ વધુ વળે છે અને તૂટવાનું જોખમ વધી જાય છે.
- માનસિક તણાવ પણ વાળ ખરવાનું એક કારણ હોઈ શકે છે.
- આ સિવાય વિટામિન અને પ્રોટીનની ઉણપને કારણે પણ વાળ નબળા પડી જાય છે.
રાત્રે સૂતી વખતે વાળ ખરતા અટકાવવાના ઉપાય
સિલ્ક અથવા સાટિન ઓશીકું વાપરો
સિલ્ક અથવા સાટિન ઓશીકું વાળમાં ઘર્ષણ ઘટાડે છે, જે વાળને તૂટતા અટકાવે છે અને વાળને નરમ રાખે છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.