ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામે ચોરોએ હનુમાનજી મંદિરને ટાર્ગેટ કર્યું હતું. ચોરોને ભગવાનનો પણ ડર નથી રહ્યો. મંદિરમાં ઘૂસી દાનપેટી તોડી 40 હજાર રૂપિયાથી વધુની રોકડ રકમ ઉપરાંત હનુમાનજીના સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા છે. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.
જણાવી દઈએ કે, નેત્રંગના મૌઝા ગામના હનુમાન મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દાન પેટીની રોકડ સહિત ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. સુપ્રસિદ્ધ પવનપુત્ર હનુમાનજી મંદિરના મુખ્ય દરવાજાનો ઇન્ટર લોક તોડી મંદિરની અંદર પ્રવેશ કરીને મંદિરની દાન પેટી બહાર લઇ જઇ તેનું લોક તોડીને રોકડ ચાલીસ હજાર ઉપરાંત હનુમાન દાદાની મુર્તિના પગ પાસે મુકેલ ચાંદીનાં ચાર લાડુ, ચાંદીનાં છ છત્ર વગેરેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. હનુમાનજી મંદિરમાં ચોરી થતાં ભક્તોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.