Home / Gujarat / Botad : The accused hatched a conspiracy to overturn the train after watching the video on YouTube

બોટાદમાં YouTubeમાં વીડિયો જોઇને આરોપીઓએ ટ્રેન ઉથલાવવાનું રચ્યું ષડયંત્ર, બે આરોપી ઝડપાયા

બોટાદમાં YouTubeમાં વીડિયો જોઇને આરોપીઓએ ટ્રેન ઉથલાવવાનું રચ્યું ષડયંત્ર, બે આરોપી ઝડપાયા

દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વધુ એક વખત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોટાદના કુંડલી નજીક ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકવામાં આવ્યો હતો. જોકે આ સળિયા સાથે ટ્રેન સાથે અથડાતા ટ્રેન ઉભી રહી ગઈ હતી, જેના કારણે મુસાફરોના જીવ બચ્યા હતા. હાલ આ મામલે બોટાદ પોલીસે રાણપુરના અળવ ગામના બે આરોપીની ધરપકડ કરી લીધી છે. અગાઉ 25 નવેમ્બરના રોજ આ બંને આરોપીએ ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કર્યો હતો. 

યુટ્યુબમાં વીડિયો જોઈને રચ્યું હતું ષડયંત્ર

રમેશ કાનજીભાઈ સલીયા (ઉ. 55 વર્ષ) અને જયેશ નાગરભાઈ બાવળિયા (ઉં. 24 વર્ષ)એ યુટ્યુબમાં વીડિયો જોઈને ટ્રેન લૂંટવાનું ષડયંત્ર રચ્યું હતું. રમશે અને જયેશે આર્થિક દેણું થઈ જવાના કારણે આ ષડયંત્ર ઘટ્યું હોવાની કબૂલાત આરોપીઓએ કરી હતી. આ સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. બંનેએ ટ્રેનને ઉથલાવી ટ્રેનના ડબ્બામાંથી પેસેન્જર નીચે પડે પછી તેને લૂંટવાના ઈરાદે સમગ્ર પ્લાન બનાવ્યો હતો.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.