આંતરરાષ્ટ્રીય સ્તરે ગઈકાલે કિંમતી ધાતુઓના ભાવ રેકોર્ડ ટોચે પહોંચ્યા બાદ આજે ઘટ્યા છે. વૈશ્વિક સ્તરે ચાંદી 11 વર્ષની ટોચે અને સોનુ 2450 ડોલર પ્રતિ ઔંશની નવી સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. સ્થાનીય બજારમાં પણ સોના-ચાંદીના ભાવ ક્રમશઃ 77 હજાર પ્રતિ 10 ગ્રામ અને રૂ. 91,500 પ્રતિ કિગ્રા થયા હતા.

