Home / Gujarat / Dahod : who raped a minor and made her pregnant, was sentenced to 20 years in prison

દાહોદ: સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ

દાહોદ: સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમને કોર્ટે ફટકારી 20 વર્ષની કેદ
 દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ત્રણ વર્ષ પહેલા સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ જઈ  મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવનાર આરોપીને દાહોદ એડીશનલ સ્પેશીયલ જજ (પોક્સો) કોર્ટ દ્વારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.પાંચ હજારના દંડનો હુકમ કરવામાં આવ્યો હતો. 
 

12 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો આરોપી

વર્ષ ૨૦૨૨ની સાલમાં ગરબાડા તાલુકામાં રહેતી ૧૨ વર્ષની સગીરાને ગરબાડાના ઝરીબુઝર્ગ ગામે રહેતો આરોપી સંજયભાઈ બદીયાભાઈ અજરાવણે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરીને નાસી ગયો હતો. નરાધમે સગીરા પર વાંરવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા ત્યારબાદ ગર્ભવતી બની બની હતી. પરિવારે સમગ્ર મામલે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.

પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.