- ચલ કહીં દૂર
ગાયક એલ્ટન જોનને ચશ્માનો ભારે શોખ હતો. એવું માનવામાં આવે છે કે તેની પાસે લગભગ પચ્ચીસ હજાર કરતાં વધુ ચશ્માની જોડી હતી. આમ તો ચશ્મા પહેરવાના ગમતાં નથી છતાં દુનિયાની ચોથા ભાગની વસ્તીએ ફરજિયાત ચશ્મા પહેરવા પડે છે. આમ તો ચશ્મા પહેરવાની ફાયદો એ છે કે પહેલી નજરે આ પ્રજાતિ સરળ દેખાય છે. હેરાફેરીમાં પરેશ રાવલ કહે છે કે ચશ્મેવાલે ચોર નહીં હોતે. ચશ્મા, લેન્સિસ કે સ્પેક્ટ પહેરવામાં ફાયદા છે. બ્રાન્ડ મેનેજમેન્ટના જાણકારો મુજબ, જો તમારે ઇમાનદાર અને વિશ્વાસુ માણસની ઇમેજ બનાવવી હોય તો ડિઝાઇનર સ્પેક્ટસ્ પહેરવા પડે. સ્ટાઇલિશ ક્રિસ્ટલ ક્લિયર ચશ્મા પહેરવાથી ઇન્ટલિજન્ટ અને ભદ્ર વર્ગમાંથી આવો છો એવો હોવાનો દેખાડો કરાય. તમે ખતરોં કે ખેલાડી છો એ ફિલ્મી સ્ટાઇલથી ડાર્ક સ્પેક્ટસ્ પહેરવાથી ઇમેજ બનાવી શકાય. તમે રીચ અને બ્રાન્ડેડ ચીજોના શોખીન જીવડા છો એવું સાબિત કરવા બ્રાન્ડેડ સ્પેક્ટસ્ પહેરવાનું ચાલુ કરી દો.
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો.