દર વર્ષે વિશ્વમાં લગભગ 55,000 લોકોને કૂતરા કરડે છે અને હડકવાને કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. આ આંકડો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો છે. જો ભારતની વાત કરીએ તો આવી ઘટનાઓ સતત વધી રહી છે. ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં રખડતા કૂતરાએ 12 લોકોને કરડ્યા હતા. રખડતા કૂતરાઓ દ્વારા હુમલાની ઘટનાઓ સાંભળીને આઘાત લાગે છે. ઘણીવાર પશુ ચિકિત્સકો અમુક પ્રકારની વર્તણૂંકને કૂતરો કરડવાના સંકેત તરીકે દર્શાવી જાણકારી આપતા હોય છે. પરંતુ એ લક્ષણો ઘરમાં રાખેલા કૂતરા માટે સમજી શકો છો. પરંતુ શેરી કૂતરાને ઓળખવા શું કરવું?

