
ગૂગલે તાજતરમાં પોતાનો નવો AI વીડિયો જનરેશન ટૂલ VEO-3 લૉન્ચ કર્યો છે, તેને અત્યાર સુધીનો સૌથી એડવાન્સ મૉડલ માનવામાં આવે છે. VEO-3ની ખાસિયત છે કે આ હાઇ ક્વોલિટી વીડિયોની સાથે સાથે ડાયલોગ, સાઉન્ડ ઇફેક્ટ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જનરેટ કરી શકે છે.
શું છે VEO-3 અને કેવી રીતે કામ કરે છે?
VEO-3 ગૂગલ ડીપમાઇન્ડ તરફથી બનાવવામાં આવેલ એક AI વીડિયો જનરેશન મોડલ છે. આ ટેક્સ્ટ કે ઇમેજથી 8 સેકન્ડના હાઇ ક્વોલિટી વીડિયો બનાવી શકે છે. વીડિયો બનાવવાની સાથે ડાયલોગ, સાઉન્ડ ઇફેક્ટ અને મ્યુઝિક જનરેટ કરવાના ફીચર તેને OpenAIના સોરા અને રનવે એમએલ જેવા ટૂલ્સથી અલગ બનાવે છે.
VEO-3ને ગૂગલની જેમિની એપ અને ફ્લો પ્લેટફોર્મ દ્વારા ઉપયોગ કરી શકાય છે. ફ્લો એક ખાસ એપ છે જેને ગૂગલે ક્રિએટર્સ માટે બનાવી છે જેમાં તમે વીડિયોને સારી રીતે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. આ ટૂલ મૂડ, ટોન અને કલ્ચરલ સેટિંગ્સને સમજીને સિનેમેટિક વીડિયો બનાવે છે.
અત્યાર સુધી 71 દેશોમાં પહોંચ્યું VEO-3, ભારતમાં જલદી લોન્ચ થશે
VEO-3ને સૌથી પહેલા 20 મેએ અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું અને કેટલાક દિવસમાં જ તેની ડિમાન્ડ એટલી વધી ગઇ કે ગૂગલે તેને 71 દેશમાં રોલઆઉટ કરી દીધુ. તાજેતરમાં UKને પણ તેનું એક્સેસ મળ્યુ છે પરંતુ યુરોપિયન યૂનિયન અને ભારત જેવા દેશોએ થોડી રાહ જોવી પડશે. ગૂગલના જેમિનીના વાઇસ પ્રેસિડેન્ટ જોશ વુડવર્ડે એક પોસ્ટમાં જણાવ્યુ કે તે ભારતમાં જલદી તેને લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.