Home / : Should you prepare for UPSC/GPSC in English medium or Gujarati?

Shatdal: UPSC / GPSCની તૈયારી અંગ્રેજી માધ્યમમાં કરવી કે ગુજરાતીમાં ?

Shatdal:  UPSC / GPSCની તૈયારી અંગ્રેજી માધ્યમમાં કરવી કે ગુજરાતીમાં ?

- અધ્યયન

- કયું લોકસેવા આયોગ એવું વિચારશે કે રાજભાષા કરતા વિદેશી ભાષાને વધુ પ્રાધાન્ય આપવું ?

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી બન્ને માધ્યોમોમાં આપી શકાતી હોવાથી અનેક ઉમેદવારો આ ક્ષેત્રે મૂંઝવણ અનુભવે છે કે આ પરીક્ષા માટે ક્યું માધ્યમ પસંદ કરવું ? તો માધ્યમની પસંદગી ક્યા ધારાધોરણોને આધારે કરવી તેની પર એક નજર નાખીએ !

ઉમેદવારનું લક્ષ : જે વિદ્યાર્થીઓ એવા લક્ષ સાથે તૈયારી કરે છે કે તેઓ ક્યા તો યુપીએસસીની અથવા જીપીએસસીની વર્ગ ૧ અને ૨ ની તૈયારી કરવા માંગે છે. પણ જો તેમાં સફળ ન પણ થાય તો અન્ય કોઈ પરીક્ષા વર્ગ-૩ના સ્તરે આપવા માંગતા નથી તો તેઓ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી શકે છે. પણ ગુજરાતમાં તૈયારી કરનાર અનેક ઉમેદવારોની વિશેષતા એ છે કે યુપીએસસીની તૈયારી કરનાર ઉમેદવાર તલાટીનું પણ ફોર્મ ભરે જ છે ! આવા સંજોગોમાં વર્ગ-૩ની તમામ પરીક્ષાઓ જેમકે નાયબ સેક્શન ઓફિસર પરીક્ષા, તલાટી, કોસ્ટેબલ પરીક્ષા, બિનસચિવાલય ક્લાર્ક માત્ર ગુજરાતી ભાષામાં જ થાય છે. આથી આવી પરીક્ષા આપવા માંગતા ઉમેદવારે ગુજરાતી ભાષામાં તમામ વિષયો પરની પરિભાષા પર પકડ મેળવવી અનિવાર્ય છે !

ભાષાપ્રભુત્વ : ઉમેદવારની કઈ ભાષા પર કેટલી પકડ છે તે પણ એક જોવાનો મુદ્દો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં અનેક વિષયોનો અભ્યાસ કરવાનો હોય છે જેમકે ઈતિહાસ, ભુગોળ, રાજ્યવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, સાપ્રત પ્રવાહો, વિજ્ઞાન અને પ્રૌધ્યોગિકિ, નીતિશાસ્ત્ર, લોકપ્રશાસન, પર્યાવરણ અને જીવવૈવિધતા વગેરે. આ તમામ વિષયો પર એક ભાષામાં જવાબ લખવાના હોય છે. તમામ વિષયોની પરિભાષા (ટર્મિનોલોજી) પર એકસરખી પકડ મેળવવી પર ખુબ કપરી છે. આમ કઈ ભાષા પસંદ કરવી તેનો જવાબ બહાર નહિ પણ ઉમેદવારે અંદર ખોજવો પડે એમ છે. અનેક ઉમેદવારો કે જે ઈજનેરી કે તબીબી ક્ષેત્રે સ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલ છે તેઓ અંગ્રેજી માધ્યમને પસંદ કરે છે. તેમના મનમાં એમ હોય છે કે તેઓ સારી રીતે ગુણ મેળવી શકશે ! પણ જેમ-જેમ તૈયારી કરે છે તેમ-તેમ ખ્યાલ આવે છે કે જો શાળામા ગુજરાતી માધ્યમમા અભ્યાસ કરેલ હોય તો તેઓ અનેક વિષયો પર ગુજરાતી માધ્યમમાં સારી રીતે સમજી પણ શકે છે અને વધુ અસરકારક રજુઆત પણ કરી શકે છે.

સ્ટડી મટિરિયલની ઉપલબ્ધિ : જો અંગ્રેજી માધ્યમ પસંદ કરવામા આવે તો ખુબ જ સમૃદ્ધ વાંચનસામગ્રી મળી રહે છે ! અંગ્રેજી એક વિશ્વભાષા હોવાથી તેમા પ્રત્યેક વિષય પર બહોળો અભ્યાસ કરી શકાય છે. વાંચનના અનેક સારા વિકલ્યો પણ ઉપલબ્ધ છે. દેખીતી રીતે ગુજરાતી ભાષાને અંગ્રેજી સાથે તુલના કરી શકાય જ નહીં ! આથી વ્યાપક અને વિસ્તૃત અભ્યાસ કરી પરીક્ષામાં સમૃધ્ધ જવાબો પીરસવામાં અંગ્રેજી માધ્યમ મદદરૂપ બને છે તેટલું ગુજરાતી બની શકે જ નહિ !

પરીક્ષામાં લાભ (લેંગ્વેજ બાયસ) : અનેક ઉમેદવારો એમ માન્યતા ધરાવે છે કે અંગ્રેજી માધ્યમમાં જો જીપીએસસી આપવામાં આવે તો વધુ માર્ક મળે છે અને ગુજરાતી માધ્યમમાં જો જીપીએસસી આપવામાં આવે તો લાભ થાય છે. પણ આ માન્યતા પાયાવિહોણી છે. જીપીએસસી વર્ગ ૧ અને ૨ના પરિણામમાં ગુજરાતી કરતા અંગ્રેજી માધ્યમ સાથે વધુ અધિકારીઓ ઉત્તિર્ણ થયા હોવાનો લીધે ક્યાંક આવી માન્યતા લોકમાનસમાં ઘર કરી ગઈ છે. કયું લોકસેવા આયોગ એવું વિચારશે કે રાજભાષા કરતા વિદેશી ભાષાને વધુ પ્રાધાન્ય આપવું ? આ માન્યતાને ખંડિત કરવા જીપીએસસીએ અનેક વખત સોશિયલ મીડિયા, ટેલિવિઝન જેવા માધ્યમો દ્વારા એવી સ્પષ્ટતા કરી છે કે જીપીએસસી અંગ્રેજી માધ્યમને કોઈ પ્રાધાન્ય આપતી નથી. હવે તો એવુ પણ જાહેર કરવામા આવ્યું કે ઉમેદવાર એક જવાબ ગુજરાતી અને બીજો જવાબ અંગ્રેજીમાં આપવામા માંગે તો પણ આપી શકે છે. અંગ્રેજી માધ્યમમાં વધુ ઉમેદવારો એટલા માટે પાસ થાય છે કે તેઓ બૃહદ અને માહિતીસભર વાંચન કરી શકે છે. અને વધુ ગહેરાઈથી ઉત્તર આપી શકે છે. યુપીએસસી માટે પણ એમ કહી શકાય. યુપીએસસી માટે એવી માન્યતા છે કે ગુજરાતી ભાષામા વધુ માર્ક આપવામાં આવે છે. એવા પણ અનેક ઉમેદવારો છે કે જેમણે યુપીએસસીમાં મુખ્ય પરીક્ષામાં એક વખત અંગ્રેજીમા પરીક્ષા આપ્યા બાદ બીજો પ્રયત્ન ગુજરાતીમાં આપ્યો હોય તો માર્ક ઘટયા હોય !

આમ કોઈપણ ઉમેદવારે ભાષાની પસંદગી કરવા બીજાને નહિ પણ ખુદને પુછવાની જરૂર છે. મનોમંથનની જરૂર છે. જો આ પસંદગી યોગ્ય ધારાધોરણ મુજબ ન કરવામા આવે તો દરવર્ષે અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે કે એક માધ્યમમાં નિષ્ફળ ગયા બાદ તૈયારીનું માધ્યમ બદલવુ પડયું હોય ! જે માધ્યમ પર તમારુ પ્રભુત્વ હોય તેમાંજ તમે લક્ષ સિધ્ધ કરી શકશો ! 

- હિરેન દવે

Related News

Icon